હંમેશ આ ખીલતા ફૂલને જોયા કરું છું હું,
પણ એક દિવસ એ કરમાઇ જાય,તો વાંક કોનો???
હરરોજ જોવું છું આ ચાંદની ચાંદનીને હું,
પણ વચ્ચે કોઇ વાર અમાસ આવે,તો વાંક કોનો???
ઊભો છું રસ્તા ઉપર હું ભર ચોમાસે ભીંજાવવા માટે,
પણ એ જ દિવસે વરસાદ ન પડે,તો વાંક કોનો???
કરું હું પ્રયત્નો હંમેશા સફળ થવા માટેના,
પણ નિષ્ફળતા જ મને મળે,તો વાંક કોનો???
હંમેશા કરું હું સારા કામ આ જગત માટે,
પણ સ્વર્ગ જ મને ના મળે,તો વાંક કોનો???
શોધુ હું ભગવાનને હંમેશ મારી અંદર,
પણ મારી અંદર કોઇ જ મને ના મળે,તો વાંક કોનો???
હંમેશ કરું એને પામવાનો પ્રયત્ન હું,
પણ એ મને નહિ ને બીજાને મળે,તો વાંક કોનો???
હારું હું બધું જ મારું માત્ર એને જીતાડવા માટે,
પણ એ એજ બાજી જીતી ના શકે,તો વાંક કોનો???
હતી એ કદાચ નસીબમાં મારી,
પણ છેલ્લે એ લકીર જ મારા હાથમાં ના મળે,તો વાંક કોનો???
સરવાળા બાદબાકીના ગણિતમાં તો નિપુણ હતા અમે,
પણ પ્રેમના અમારા બધા જ દાખલા ખોટા પડે,તો વાંક કોનો???
શાંત અને નિર્મમ સ્વભાવ હતો મારો,
પણ ઉપનામ જ જો મને “જાલીમ” મળે,તો વાંક કોનો???
લાખ પ્રયત્નો કરું આ કવિતાને પૂર્ણ કરવાના,
છતાં પણ એ હંમેશ અધુરી રહે,તો વાંક કોનો???
લખી નાખું આ એક જ કવિતાના પુસ્તકો અનેક,
પણ છેલ્લે કોઇ કલમ જ મને ના મળે,તો વાંક કોનો???
From:-Ravi